bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં રૂપાલા વિરોધ વચ્ચે CM દિલ્લીમાં યોજાનરી ભાજપની ચુંટણી ઢંઢેરાની બેઠકમાં થશે સામેલ...

 


લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ફરી એકવાર દિલ્હી પહોંચશે. વાત જાણે એમ છે કે, આજે CM દિલ્હી જશે. આજે દિલ્હીમાં  ભાજપની લોકસભા ચૂંટણીને લઈ ઘોષણાપત્રની કમિટીની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. અહીં એ પણ મહત્વનું છે કે, આજની બેઠકમાંઆ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોની વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ શકે છે. 


ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભા ચૂંટણી-2024 માટે મોટા વચનો આપી શકે છે. ભાજપે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર BJPની ચૂંટણી ઢંઢેરા સમિતિની બીજી બેઠક 4 એપ્રિલે એટલે કે આજે થઈ શકે છે. ભાજપનો મેનિફેસ્ટો 'મોદીની ગેરંટી' થીમ પર હોઈ શકે છે. સૂત્રોએ સંકેત આપ્યો છે કે, ભાજપ  તેના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને લઈને મોટા વચનો પણ આપી શકે છે.


ખેડૂતોનો મુદ્દો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ખેડૂતોના સંગઠનો લાંબા સમયથી સરકાર પર MSP (લઘુત્તમ ટેકાના ભાવ), લોન માફી અને અગાઉના વિરોધ દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવા સહિતની અનેક માંગણીઓ સાથે સરકાર પર દબાણ કરી રહ્યાં છે. રહી હતી. આના પર કાબુ મેળવવા માટે ભાજપ પોતાના ઘોષણાપત્રમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવાનું વચન પણ આપી શકે છે.