bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શામળાજી નજીકના વિસ્તારમાં ત્રણ અલગ અલગ ડુંગર પર લાગી આગ...   

શામળાજી નજીકના વિસ્તારમાં ત્રણ અલગ અલગ ડુંગર પર આગ હોવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં એક શામળાજી નજીકના વેણપુર અને બીજી આગની ઘટના રુદરડી નજીક બની છે. ઘટનાને પગલે અરવલ્લી જિલ્લાના વન વિભાગ દ્વારા મોડી સાંજે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.

ત્રણ અલગ અલગ ડુંગર પર આગ લાગવાને લઈ સ્થાનિકો દ્વારા પણ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે વન વિભાગને આ અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા ટીમો સ્થળ પર પહોંચી હતી. આગને લઈ ડુંગર પરની વનરાજી પણ આગમાં નષ્ટ થવાની ભીતિ છે. આમ વધુ નુક્સાન ના થાય એ માટે આગને ઝડપથી કાબૂમાં લેવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો.