હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ બે અક્સ્માતની ઘટના સામે આવી છે.જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાથમિક વિગતો મુજબ આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતા બે લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઈજાગ્રસ્તોનો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અન્ય એક અકસ્માતની ઘટના જામનગર-દ્વારકા હાઈવે પર બની છે જેમાં બેના મોત થયા છે. માહિતી અનુસાર,મૃતક યુવક-યુવતીના બે મહિના બાદ લગ્ન થવાના હતા તેઓ પરિવાર સાથે દ્વારકા જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકતા યુવક-યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology