bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સોનામાં આગ ઝરતી તેજી: 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા...  

સોનાના ભાવમાં રેકોર્ડ તેજીનો સિલસિલો યથાવત છે. ગઈકાલે સાંજે અમદાવાદમાં સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ જોવા મળ્યા હતા. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 70 હજાર રૂપિયાએ પહોંચી ગયો છે. એટલું જ નહીં માત્ર એક જ મહિના એટલે કે માર્ચ મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ 6 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીનો સોનાનો આ સૌથી ઊંચો ભાવ નોંધાયો છે.

વર્ષ 2023માં સોનાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. ગયા વર્ષે, સોનીની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 54,867 હતી, જે વર્ષના અંતે (31 ડિસેમ્બર 2023) રૂ. 63,246 પ્રતિ 10 ગ્રામે પહોંચી હતી. માત્ર એક વર્ષમાં સોનાની કિંમતમાં 16 ટકા એટલે કે 8,379 રૂપિયાનો વધારો થયો છે.

બજારના જાણકારોના મતે આ વર્ષે સોનાના ભાવમાં વધુ વધારો થશે. અને વર્ષ 2024 ના અંત સુધીમાં 10 ગ્રામ સોનાની કિંમત 70 હજાર રૂપિયાને પાર જઈ શકે છે.ચાંદીના ભાવની વાત કરીએ તો આજે (28 માર્ચ 2024) તેમાં થોડો વધારો જોવા મળ્યો છે. આજે ચાંદી 14 રૂપિયા મોંઘી થઈ અને 74,011 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. જૂની કિંમત 73,997 રૂપિયા હતી. ચાંદીના ઓલ-ટાઇમ હાઇ વિશે વાત કરીએ તો, 4 ડિસેમ્બર, 2023ના રોજ, ચાંદી રૂ. 77,073ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી. પરંતુ વર્ષ 2024ના અંત સુધીમાં ચાંદીની કિંમત 75 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.