bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

સુરેન્દ્રનગરના બુબવાણા પાસે ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ત્રણ મજૂરનાં મોત,  6 દાઝી ગયા....

સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના થઇ છે. સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વીજ શોક લાગતાં એમ.પી.ના ત્રણ મજૂરોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 6 મજૂરો દાઝી ગયા હતા.

ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં વીજ શોકથી ત્રણ મજૂરોએ જીવ ગુમાવ્યો છે. તેમજ 6 મજૂરો દાઝી ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ દસાડા પીએસઆઈ વી.આઈ.ખડિયા સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દસાડા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મજૂરોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી હતી. જ્યારે ઈજાગ્રસ્ત મજૂરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વીરમગામ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યાં હતા. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી છે.