શહેરના છેવાડે સેવાસી પાસેના એક ફાર્મમાં 17-18 ફેબ્રુઆરીના રોજ શ્રી સિદ્ધેશ્વરધામ સરકાર (સતના)ના આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્ય દરબારના પૂર્ણાહુતિના દિવસે એક વ્યક્તિ દરબારમાં આવ્યો હતો. શાસ્ત્રી સમક્ષ બેસી જઈને પોતાનું નામ અને પિતાનું નામ જણાવવાની તેમણે ચેલેન્જ કરી હતી. શાસ્ત્રીએ ચેલેન્જ કરનારને તેનું નામ અને તેના પિતાનું નામ જણાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા તડાફડી મચી ગઇ હતી. આથી દરબારમાંથી અન્યની ચિઠ્ઠી માટે જણાવ્યું હતું. દરબારમાં શાસ્ત્રી અને એક વ્યક્તિ વચ્ચે સત્ય-અસત્યનાં પારખાં બાબતે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે. નોંધનીય છે કે, ભાજપના સિનિયર નેતા ડૉ હિતેન્દ્ર પટેલના સહયોગથી આ દિવ્ય દરબાર યોજાયો હતો
આ વીડિયોમાં જોવા મળે છે કે, વડોદરાના યુવાને શાસ્ત્રી બાબાને તેમનું અને પિતાનું નામ જણાવવા કહ્યુ તેઓ પરંતુ બાબા તે જણાવી શક્યા ન હતા. જેથી આ વ્યક્તિ બહાર નીકળી ગયો હતો. પરંતુ ફરીથી તેમને મંડપમાં બોલાવવામાં આવ્યા હતા. દરબારમાં હાજર લોકો પૈકી કોઈની પણ અરજી કાઢવાની વાત કરી હતી અને મને યુ ટ્યૂબમાં તેમના વીડિયો જોવાની સલાહ આપી હતી. મને ચેલેન્જ કરનારને નાક રગડીને મોકલું છું
આ દરમિયાન તેમણે કહ્યુ કે, મારે કોઈ વીડિયો જોવા નથી. હું તમારી સામે બેઠો છું. મને મારું અને મારા પિતાનું નામ જણાવો તો હું તમને સાચા માનું અને હું મારું નાક રગડીને અહીંથી જઈશ. પરંતુ, શાસ્ત્રી તેમનું નામ ન જણાવી શક્યા
આદર્શ કૃષ્ણ શાસ્ત્રી હનુમાનજીની કૃપા દૃષ્ટિના દાવા સાથે લોકોની પરચી બનાવી પ્રશ્નો હલ કરવાના દાવો કરે છે. આદર્શ કૃષ્ણ શાસ્ત્રી યુવાન છે. પરચી કાઢતી વખતે હાથમાં નાની ગદા ફેરવે છે. તેઓ લોકોને જય સીતારામ બોલાવે છે. નાકની ઉપર કાળી ટીલી કરે છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology