હાલમાં અમદાવાદમાં એક લગ્ન દુઃખનો પ્રસંગ બની ગયો છે. અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જઇ રહેલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓની તબિયત લથડી છે, વરરાજા અને કન્યાની હાલત પણ ખરાબ થઇ હોવાનું સામે આવ્યુ છે. ગંભીર સ્થિતિવાળાને હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ રાજપીપળાથી અમદાવાદના નિકોલમાં જાન લઇને આવેલા જાનૈયાોની તબિયત લથડી છે, આ તમામ જાનૈયાઓ લગ્ન પ્રસંગ દરમિયાન ગાજરનો હલવો અને દૂધની બનાવટનું જ્યૂસ આરોગ્યુ હતુ, આ પછી વર-કન્યા સહિત આખી જાનને હૉસ્પીટલ ભેગી કરવાનો વારો આવ્યો હતો, આ સમગ્ર ઘટના જાન વિદાય બાદ નડિયાદ ટૉલ બૂથ નજીક બની હતી.ગંભીર સ્થિતિ વાળા લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામને સારવાર આપતા ફૂડ પોઇઝનિંગ થયુ હોવાની જાણ થઇ હતી. આ ઘટનામાં કન્યાની તબિયત પણ અત્યંત ખરાબ થઇ હતી,તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તબીબના જણાવ્યા પ્રમાણે સારવાર આપ્યા પછી તમામ લોકોની હાલ તબિયત સ્થિર છે. તમામની તબીયત સુધારા પર છે.
રાજ્યમાં લગ્નનો માહોલ જામ્યો છે, ઠેર ઠેર શરણાઇઓ વાગી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અમદાવાદમાં એક ઘટનાએ તમામનું ધ્યાન ખેંચ્યુ છે. ખરેખરમાં અમદાવાદમાં પરણવા આવેલી જાનૈયાઓની ટોળકી હાલમાં હૉસ્પીટલ ભેગી છે. અમદાવાદમાં નિકોલમાં આજે બહુ મોટી ફૂડ પૉઇઝનિંગની ઘટના સામે આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology