લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. ત્યારે હવે પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે ગુજરાત વિધાનસભા પહોંચીને સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સુપરત કર્યું હતું. આ રાજીનામા પછી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું છે. કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે.
તું. આ રાજીનામા પછી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું છે. કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે.સૂત્રોના જણાવ્યાનુસાર, વર્ષ 2022માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા મોઢવાડિયા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બની શકે છે. ધારાસભ્ય બન્યા પછી તેમને ભાજપમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પણ ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ છે.
કોંગ્રસને એક જ દિવસમાં બે મોટા ઝટકા લાગ્યા છે, પહેલા અમરેલીના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય અને પક્ષના વર્ષોથી અડિખમ વફાદાર નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ કોંગ્રેસનો સાથે છોડી દીધો છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology