bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આગામી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાને લઈ અમરેલી જિલ્લાની તૈયારી પૂર્ણ... 

અમરેલી જિલ્લાના કુલ ૩૨ હજાર વિદ્યાર્થીઓનો બોર્ડ પરીક્ષા આપવા માટે થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યોછે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે  પરીક્ષામાં વિદ્યાર્થીઓને એક સુંદર વાતાવરણ મળે સાથે3 સાથે રીસીપ્ટ ભુલાઈ ગઈ હોય અથવાતો કોઈ બીજા આકસ્મિક કારણોથી બિલ્ડિંગ અથવાતો ખોટા વોર્ડમાં પ્રવેશી ગયા હોય તેવા વિદ્યાર્થીઓને તાત્કાલિક યોગ્ય જગ્યાએ પહોંચાડી દેવામાં આવે અને ટાઇમ સર પેપર લખી શકે તે માટે તમામ કર્મચારીઓને સૂચનો આપી દેવાયા છે તો ૭૦ પરીક્ષાર્થીઓને લહિયો આપવામાં આવ્યો છે અને જો જરૂર લાગશે તો વધુ લહિયો આપવા માટે હેલ્પલાઇન નો સંપર્ક કરવા જણાવ્યું છે...જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે થનગની રહ્યા છે થોડી ગભરાહટ અને થોડો ઉત્સાહ બંને સાથે જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓ ની રાત દિવસ કરેલી મહેનતની આખરે કસોટી આવી ગઈ છે.