bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દ્વારકામાં ચાલ્યુ 'દાદાનું બૂલડૉઝર', રેલવેની જમીન પરથી દુર કરાયા ગેરકાયદે બાંધકામો...

 

દ્વારકા જિલ્લામાં દાદાનું બૂલડૉઝર ચાલ્યુ છે. આ વખતે દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવાની કામગીરી તંત્રએ પુરજોશમાં શરૂ કરી છે. શહેરના સલાયા બંદર ખાતે તંત્રએ કેટલાય દબાણોને હટાવી દીધા છે અને હજુ પણ આ કામગીરી ચાલુ જ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ જિલ્લાના ખાવડામાં બનેલી ગેરકાયદેસર ત્રણ મદરેસાઓ પર પણ બૂલડૉઝર કાર્યવાહી કરાઇ હતી, અને આ તમામને તોડી પડાઇ હતી. 

 રાજ્યમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી શરૂ કરાઇ છે, જે અંતર્ગત દ્વારકામાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક લોકોને નૉટિસો અપાઇને તંત્રને સાથ સહકાર આપવા પણ ભલામણ કરાઇ છે. આજે ફરી એકવાર દ્વારકા જિલ્લામાં દાદાનું બૂલડૉઝર ફરી વળ્યુ છે. આ વખતે સલાયા બંદર ખાતે તંત્ર દ્વારા દબાણો હટાવવા કામગીરી હાથ ધરાઈ છે. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણ દૂર કરવા તંત્રએ પહેલાથી જ નૉટિસો આપી દીધી હતી. તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે જે.સી.બી. અને હિટાચી જેવા મશીનો ખડકી દેવામાં આવ્યા હતા, આ કાર્યવાહીમાં લોકો દ્વારા સ્વેચ્છાએ જ પોતાની ઘરવખરી હટાવી લીધી હતી. ખાસ વાત છે કે અહીં રેલવે વિભાગની લાખો ફૂટ જમીન પર લોકોએ ગેરકાયદે બાંધકામો અને દબાણો કર્યા છે.