અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ તરીકે સતત વિવાદમાં રહેલા ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હટાવી દેવાયા છે. તેના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે. તેના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષની ટોચના નેતા સુધી પહોંચતા તેમની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો હોવાનુ મનાઈ છે.
મેયર ઓફિસની એન્ટી ચેમ્બરને વ્યક્તિગત ઓફિસ બનાવી
ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહને જવાબદારીમાંથી મુક્ત કરવાનો નિર્ણય સી.આર.પાટીલે લીધો હતો. પ્રભારી હોવા છતાં અમર્યાદ સત્તા ભોગવી રહ્યા હતા. શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની કચેરીમાં આવેલી એન્ટી ચેમ્બરને તેમણે વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી. મેયરની એન્ટી ચેમ્બરમાં જ કોન્ટ્રાકટરોને બોલાવી મોટી રકમના સેટિંગ પાર પાડવામા આવતા હોવા સુધીની ફરિયાદો પ્રદેશ ભાજપથી લઈ દિલ્હી સુધીના નેતા સુધી પહોંચી હતી. પોતે ચૂંટાયેલા કોર્પોરેટર નહતા. આ કારણથી તેઓ મ્યુનિસિપલ કોપરેશનની કોઈપણ બેઠકમાં હાજર રહી ના શકે. તેમ છતા ધર્મેન્દ્ર શાહ બજેટ રિવ્યૂ બેઠક હોય કે અન્ય બેઠક તેમાં હાજર રહી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અન્ય અધિકારીઓને રોફ સાથે સુચનાઓ આપતા હતા.
કેટલીક સુચનોનુ અમલ કરવું શક્ય ના હોવા છતાં અધિકારીઓને કમને પણ પ્રભારીએ સુચના આપી હોવાથી કામ કરવા પડતા હતા તે પણ કચવાતા મનથી. વર્ષ- 1995માં કાંકરિયા વોર્ડમાંથી કોર્પોરેટર બનેલા ધર્મેન્દ્ર શાહે તેમના કાર્યકાળ સમયે કાંકરિયા તળાવ 89 લાખ રૂપિયાના ખર્ચથી ખોદાવી નાખવા દરખાસ્ત મંજૂર કરી હતી. તે સમયે આ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. વર્ષ 2010માં તેમને ઔડાના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યારે પણ અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા હતા. હાલ તે વિદેશના પ્રવાસે હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology