bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વડોદરાના ઓપી રોડના કોમ્પ્લેક્સમાં ઇન્સ્યોરન્સની ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થતા આગ, 6 લોકો દાઝ્યા....  

વડોદરાના ઓપી રોડ વિસ્તારમાં આવેલી ઇન્સ્યોરન્સ ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી, જેમાં છ લોકોને ઈજા થઈ છે. 

વડોદરાના ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટ નજીક ચિત્રા કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલી શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં આજે સવારે કામકાજ શરૂ થયા બાદ એકાએક એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગને કારણે કોમ્પ્યુટર, ફર્નિચર તેમજ મહત્વની ફાઈલો લપેટાયા હતા. જ્યારે બારીઓના કાચ ઉડીને રસ્તા પર ફેંકાયા હતા. બનાવ બન્યો ત્યારે ઓફિસમાં છ લોકો હાજર હોવાથી તેઓ દાઝ્યા હતા. ફાયર બ્રિગેડ તત્કાલ આવી જતાં આગ કાબુમાં લેવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.