રાજ્યના દરિયા કિનારેથી અત્યાર સુધી ડ્રગ્સ મળવાનો સિલસિલો જોવા મળતો હતો, પરંતુ હવે ભરૂચ જેવા વિસ્તારમાંથી આખે આખી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભરૂચમાં કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ બનાવવાનું રો-મટીરિયલ ઝડપાયું છે.
ATS અને SOG પોલીસે દહેજની ફાર્મા કંપનીમાં દરોડો પાડ્યો હતા. જેમાં જોલવાની એલાયન્સ ફાર્મા નામની વિદેશી કંપનીમાંથી ડ્રગ્સ બનાવવાનો સામાન મળી આવ્યો છે. અત્રે જણાવીએ કે, 30 કરોડથી વધુનો MD ડ્રગ્સ બનાવવાનું રો-મટીરિયલ જપ્ત કરાયું છે. પોલીસે માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીમાં સિન્થેટિક સિમ્યુલન્ટ ડ્રગ્સ મેફેડ્રોન બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવી રહી હતી, તે સમય જ પોલીસે રેડ પાડી હતી.
ભરૂચ બાદ બીજા રાજ્યમાં પણ ગુજરાત ATSએ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વરમાં દવાની આડમાં ડ્રગ્સ વેપાર મામલે ડ્રગ્સ વેપારની તપાસમાં મહારાષ્ટ્ર માંથી એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. વિગતો મુજબ હજારો-કરોડો એમ.ડી ડ્રગ્સ સાથે આરોપીઓની અટકાયત કરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology