bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શિક્ષકોની ભરતી મુદ્દે રજૂઆત કરવા આવેલા ઉમેદવારો 10 મિનિટમાં ડિટેઇન, આંદોલન કાબૂ કરવામાં લાગી પોલીસ...  

ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી અને શિક્ષકોની ભરતીના અલગ અલગ મુદ્દે ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહેલી રજૂઆત અને દેખાવોના પગલે હવે ગાંધીનગર પોલીસ સ્ટેન્ડ બાય રહીને આંદોલન નિયંત્રણ કરી રહી છે. આજે ગાંધીનગર સચિવાલય ખાતે રજુઆત કરવા આવેલા માધ્યમિક શિક્ષક ભરતીના ઉમેદવારોને 10 મિનિટમાં પોલીસે ડીટેઈન કરી લીધા હતા. 

ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષણ વિભાગની માઘ્યમિક શિક્ષકોની ભરતીમાં ધોરણ 9 થી 12 માં 7500 જગ્યાઓ વધારો કરવાની માંગ સાથે ઉમેદવારો આજે ગાંધીનગર વિધાનસભા ગેટ પાસે રજુઆત કરવા ભેગા થયા હતા.

જેમાં ઉમેદવારો  દ્વારા હાલમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધોરણ 9 થી 12 માટે માત્ર 7500 જગ્યાઓ જ ફાળવવામાં આવેલી છે એ મુદ્દે રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે જે ધોરણ 9 થી 12 ગુજરાતી માધ્યમમાં હાલની સ્થિતિ એ ખાલી મહેકમની તેમજ સમાવિષ્ટ વિષયોની સરખામણીએ ખુબ જ ઓછી છે, તે બાબતે અમો ધોરણ 9 થી 12 ના ટાટ પાસ ઉમેદવારો 75,00 જગ્યાઓને વધારીને 15,000 કરવામાં આવે એ માટે સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છે.  

સરકારી અને ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓમાં સરકાર દ્વારા હાલમાં 12,00 આચાર્યો તેમજ 22,00 જુના શિક્ષકોની ભરતીનું પણ નોટિફિકેશન આપવામાં આવ્યું છે. જેમાં હાલમાં ફરજ બજાવતા લોકો જ હાજર થશે તો 34,00 શિક્ષકોની એ જગ્યાઓ શાળાઓમાં ખાલી રહેશે. આ ઉપરાંત 31.10.2024ના રોજ નિવૃત થનાર શિક્ષકોની જગ્યાઓ પણ ખાલી પડશે, આમ ભરતી કરવા છતાં શાળાઓને યોગ્ય અને પૂરતી સંખ્યામા શિક્ષકો નહિ મળે.

આ મુદ્દે શિક્ષક ઉમેદવાર શક્તિદાન ગઢવીએ જણાવ્યું કે 24,700 ની જગ્યાઓમાં ધોરણ 9 થી 12 માં વિષયની ગણતરી કરતાં ઓછું છે. જે  મહેકમ 15,000 જેટલું ખાલી છે પરંતુ સરકારે માત્ર 75,00 જગ્યાઓ જાહેર કરી છે. સરકાર આ મુદ્દે ચર્ચા કરીને નિર્ણય કરે અને ત્વરિત વધારાની જાહેરાત કરે. આ ભરતી રહ્યા પછી પણ જગ્યાઓ ખાલી રહેશે તો સરકારે કાયમી ભરતી કરવી જોઈએ. 

અમારી માંગણી 15,000 ની ભરતી કરી અને 31.10.2024 ના રોજ નિવૃત્ત થવાના છે એમની પણ ભરતી માં જગ્યાઓ ઉમેરી દેવી એ અમારી માંગણી છે. અમે ગાંધીનગર આવીને થાકી ગયા છે, સરકારે ગ્રાઉન્ડ ચેક કરવું જોઈએ, એક વિષયની 40 થી વધુ જગ્યા નહિ આવે જેથી શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી આ જગ્યાઓમાં વધારો કરે.