bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે આ દિવસે પડશે વરસાદ, આ જિલ્લાઓમાં મળશે ગરમીથી રાહત....

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ આગામી 2 દિવસ ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.બીજી કાળઝાળ ગરમી વચ્ચે બનાસકાંઠાના અંબાજીમાં વરસાદ વરસ્યો છે. આ તરફ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. આ સાથે જ વડોદરા, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

ગરમી અને Heat Waveની સ્થિતીને પહોંચી વળવા National Disaster Management Authority દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવા મુખ્ય નિર્વાચન અધિકારીએ તમામ મતદારોને અપીલ કરી છે. જેમ કે, મતદારે સાથે પાણી રાખવું અને પૂરતાં પ્રમાણમાં પાણી પીવું, હળવા અને આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા, ORS/લીંબુ શરબત/ છાસ વગેરેનો ઉપયોગ કરવો. જો બની શકે તો સવારે વહેલા મતદાન કરવા જવું.