bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સૂકા ભેગું લીલું સળગ્યુ?, સુરતમાં શાળાઓને સીલ કરાતાં સંચાલકોએ કહ્યું-અધિકારીઓ પદ બચાવવા કરી રહ્યા છે કામગીરી..   

રાજકોટની દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું . પોલીસની ટીમને સાથે રાખીને ફાયરબ્રિગેડ સહિતના વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પુણા વિસ્તારની શાળાઓને આજે સીલ કરવામાં આવી હતી. જેની સામે વિરોધ કરતાં શાળાના સંચાલકોએ કહ્યું કે, અમારી પાસે બધા જ પ્રકારની મંજૂરી છે. નિયમો અનુસાર ચાલીએ છીએ. છતાં અધિકારીઓને સારું દેખાડવા કામગીરી કરવામાં આવી સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારતા વિરોધ કરતાં જોવા મળ્યાં હતાં. પુણાગામ વિસ્તારમાં ફાયર અને પાલિકાની કામગીરી કરવામાં આવી હતી. જેનો ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડીંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઇ હોવાના આક્ષેપ કરાયો છેલ્લા 20 જેટલા વર્ષોથી ઊભેલી શાળાઓ તાત્કાલિક સીલ કરાયા હતાં. પાલિકા કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને ચિંતા છે. એટલે તમામ સગવડ રાખી છે તેમ કહેતા શાળા સંચાલક મંડળે કહ્યું કે, જ્યાં સુધી તમામ શાળાઓના સીલ નહીં ખુલે, ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરાશે. બાળકોનું એજ્યુકેશન બગડે તો તેની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે