ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના વલ્લભીપુર પંથક તેમજ નવાગામ , હળીયાદ, દુદાધાર સહિતના ગામમાં વરસાદ વરસ્યો ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના વલ્લભીપુર પંથક તેમજ નવાગામ , હળીયાદ, દુદાધાર સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પાટણા, પાણવી, તોતણીયાળા ,દત્રેટિયા, કાનપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ ભાવનગર જિલ્લાના કેટલા વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો છે. જેમાં પાલીતાણા, મહુંવા અને જેસર સહિતના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. એટલું જ નહીં વરસાદનું જોર એટલું જોરદાર હતુ કે નદીનાાળાઓ પણ છલકાવા લાગ્યા છે. આ સાથે જ ઉપરવાસમાંથી પણ પાણીની આવક થતા સ્થાનિક નદી અને નાળું બે કાંઠે વહેતા જોવા મળ્યા છે. જો કે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology