bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી, બહાર જવાનો પ્લાન હોય તો જરૂર વાંચી લેજો...  

15 ઓગસ્ટથી રક્ષાબંધન સુધી લાંબી રજાઓ આવી રહી છે. જો રજાઓમાં અથવા કોઇ કારણોસર ફ્લાઇટ દ્વારા બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. કારણ કે 15 ઓગસ્ટ હોવાથી સિક્યોરિટી વધારવામાં આવી છે અને બીજી તરફ લાંબી રજાઓ હોવાથી મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે. જેથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. 

અમદાવાદ એરપોર્ટ પર દિવસે ને દિવસે મુસાફરોની સંખ્યામાં વધારો થતો જાય છે. કારણ કે ફ્લાઇટો કનેક્ટિવિટી વધી છે અને વિવિધ એરલાઇન્સ દ્વારા નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ અઠવાડિયે 15 ઓગસ્ટ હોવાથી એરપોર્ટ પર સિક્યોરિટી વધારવામાં આવી છે. 

બીજી તરફ તહેવારોના લીધે લાંબી રજાઓ આવતી હોવાથી મુસાફરોનો ઘસારો પણ વધી રહેવાની સંભાવના છે. જેના લીધે સિક્યોરિટી પ્રોટોકોલમાં વધુ સમય જશે. બીજી તરફ ફ્લાઇટ ઓપરેશનમાં કોઇ મોડું ન થાય અને સિક્યોરિટી મેજર્સ ચેકર માટે ઓફિસર્સને અને મુસાફરોને પૂરતો સમય મળી રહે તે માટે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.  મુસાફરોને અગવડ ન થાય તે માટે તેમને એરપોર્ટ પર વહેલા પહોંચવું પડશે.