bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પાવાગઢમાં 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે, જાણો શરૂ ક્યારથી કરાશે...

યાત્રાધામ પાવાગઢમાં છ દિવસ રોપ વે સેવા બંધ રહેશે. જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડૂંગર પર પદયાત્રા કરી જવું પડશે.  મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. મેઇન્ટેનન્સ માટે 18 થી 23 માર્ચ સુધી રોપવે બંધ રહેશે. કુલ 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે. ત્યારબાદ 24 માર્ચથી રોપ વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. 


પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક  મેન્ટેનન્સના કામગીરી કરવામાં આવે છે. જેને લઇ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન  દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.  મરામતને કારણે 6 દિવસ બંધ રાખવામાં આવનાર હોવાનું અત્રે ઉડન ખટોલાની સર્વિસ આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. 18મીથી શક્તિપીઠ પાવાગઢ ખાતે 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. એન્યુઅલ મેઇન્ટેનન્સને લઈને આ નિર્ણય લેવાયો છે