સુરતના કતારગામ ખાતે બાળશ્રમ પાસે બે દિવસ અગાઉ એક દિવસની તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. કતારગામ વિસ્તારમાં આવેલા બાળાશ્રમના ગેટ પાસેથી બાળકી મળી આવી હતી. જેને કીડીઓએ ચટકા ભરી લીધા હતાં. બાદમાં બાળકીને સિવિલના એનઆઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીનં મોત થતાં બાળકીનુ મોત થતાં નિર્દય માતા સામે લોકોએ ફીટકાર વરસાવી હતી.
વી સિવિલથી મળેલી વિગત મુજબ કતારગામ ખાતે બાળાશ્રમના ગેટ પાસે સોમવારે સવારે એક દિવસની નવજાત બાળકી મળી હતી. જોકે ફૂલ જેવી નાજુક માસુમ બાળકીને શરીર ઉપર કીડીઓ કરડી ગઈ હતી. અને લાલ નિશાન મળી આવ્યા હતા. જોકે ત્યાંથી પસાર થતા રાહદારીની નજર બાળકી ઉપર પડતા ૧૦૮ ને જાણ કરી હતી . બાદમાં ત્યાંથી પસાર થતા ધણા લોકો ત્યાં એકત્ર થઇ ગયા હતા.
એમ્બ્યુલેન્સ આવીને બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જતા એન.આઇ.સી.યુમાં દાખલ કરી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રોએ જણાવ્યુ કે કોઈ નિર્દય માતા ફુલ જેવી માસુમ બાળકીને કોઈ પણ કારણસર તરછોડીને ફરાર થઇ ગઈ હતી. જયારે બાળકીના શરીર ઉપર ઈજાના નિશાન પડેલા હતા. તેનું વજન ૧ કિલો ૮૦૦ ગ્રામ હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology