bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રૂમમાં ઊંઘતા યુવાનનાં ગાલે સાપે ડંખ મારતા મોત..

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વકીલપુરા ગામે રૂમમાં ઊઘતા યુવાનનાં ગાલ પર સાપે દંશ મારતા યુવાનનું મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ 19 વર્ષનો ચતરારામ તમાચીયારામ મેઘવાડ (રહે. દેદુસર, ચોહટન, બાડમેર - રાજસ્થાન) વકીલપુરા ગામની સીમમાં આવેલી ગ્રીન પ્લાય કંપનીની પાછળ પતરાના રૂમમાં ઊંઘી ગયો હતો.

દરમિયાન ચતરારામના મોઢાના જમણી બાજુ પર સાપે ડંખ મારતા તે અચાનક જાગી ગયો હતો અને નજીકમાં સાપ જોતાં બૂમાબૂમ કરતા અન્ય લોકો ભેગા થઈ ગયા હતાં. યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જતા તબીબોએ તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.