bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભારત અને સ્પેનના વડાપ્રધાનશ્રીને આવકારવા દિવ્યાંગ વિદ્યાર્થિનીઓ અજબ ઉત્સાહ...   

એમએસ યુનિવર્સિટીની છાત્રા દિયા ગોસાઇ જાતે બનાવેલા ચિત્રો સાથે માર્ગમાં ગોઠવાઇ ગઇ

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાંચેજને આવકારવા માટે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ અજબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એમાંય એક દિવ્યાંગ વિદ્યાર્થિનીનો આંગતૂકોને આવકારવા માટેનો ઉમંગ ઉડીને આંખે વળગે એવો હતો. 

એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનશ્રીના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઇ ગઇ હતી અને મહાનુભાવોના આગમનની આતૂરતા પૂર્વક રાહ જોતી જોવા મળી હતી.