જૂનાગઢમાં વર્ષો જૂના પ્રશ્ન જોશીપુરા રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રીજ બનાવવા માટે ડિઝાઇનની કામગીરી છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવી છે.ત્યારે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ હાલની ડિઝાઇનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ જોશીપરાના સ્થાનિક તેમજ વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ઘણી વખત ઓવરબ્રીજ માટે ડિઝાઇનો તૈયાર થયેલ છે. આ ડીઝાઈનો પાછળ લાખો રૂપિયાના ખર્ચ કરી જરૂરી વિભાગોની મંજૂરીઓ પણ લેવામાં આવી હતી. પરંતુ પ્રજા ઉપયોગી ડીઝાઈનો ન હોવાથી આ પ્રોજેક્ટને મુલતવી રાખવામાં આવ્યો હતો.
ત્યારે હાલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ નવી ડિઝાઈનનો જુનાગઢ વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.કારણ કે હાલ જે પ્રોજેક્ટ થઈ રહ્યો છે તે પણ લોકો ઉપયોગી અને લોકો સહેલાઈથી વાપરી શકે તેમ નથી તેવા આક્ષેપો વેપારીઓને સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.કારણ કે હાલ જે ઓવરબ્રીજ ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.તે ડિઝાઇન થી પંકજ બંગલોની જમીન,એલસીબી ઓફિસની જમીન,એસટી વર્કશોપની જમીન,પી.ડબ્લ્યુ ની જમીનો ફ્રન્ટ લાઈન કપાતમાં થાય છે. અને એન્ટ્રી માટે મુખ્ય રોડ પણ લોકોને મળતો નથી.ત્યારે હાલની ઓવરબ્રીજ ની ડિઝાઇનના કારણે ભવિષ્યમાં સરકારી પડતર જમીન પર એક પણ પ્રોજેક્ટ થવા લાયક ન રહેવાથી ખંડેરમાં ફેરવાશે.ઓવરબ્રીઝ ડિઝાઇન થી હોટલો,પેટ્રોલ પંપ, હોસ્પિટલ,ધાર્મિક સ્થળ સર્ચ અને નાના મોટા ધંધાર્થીઓને માત્ર સર્વિસ રોડ મળશે. જેથી ના છૂટકે પોતાનો ધંધો બંધ કરવાની નોબત આવશે.ત્યારે જોષીપરામાં બનતા ઓવરબ્રીજની જૂની ડિઝાઈન મુજબ બનાવવામાં આવે તેવી જોશી પરાના સ્થાનિકો અને વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.
ઓવરબ્રીજને લઈ જુનાગઢ કોર્પોરેશનના મેયર ગીતાબેન પરમાર જણાવ્યું હતું કે જૂનાગઢના ફાટક લોકોના માથાના દુખાવા સમાન બની ગયો છે. કારણકે આ રેલવે ફાટક દિવસ દરમિયાન 5 થી 6 વાર બંધ થાય છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. હાલની ડિઝાઈન મુજબ એસ આકારનો બનશે. જેમાં ગાંધી ચોક થી લઈ ગંધારીવાડી સુધી બંને રેલવે ફાટક આ ડિઝાઇનમાં આવરી લેવામાં આવ્યા છે. નવી ડિઝાઇનનો બ્રીજ 59 કરોડના ખર્ચે બનશે જેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવી ડિઝાઈન મુજબ ગાંધીચોકથી મજેવડી જવા માટે 5.50 મીટરના સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. ક્યારે લોકોને કોઈપણ અગવડતા કે આવવા જવામાં મુશ્કેલી ન પડે તે માટે વહેલી તકે આ ઓવરબ્રિજનું ખાત મુહૂર્ત કરવનાં છીએ.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology