રાજ્યના અનેક જિલ્લામાં આવેલા વોટર પાર્કમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યાંછે.ત્યારે ખાસ વાત કરવામાં આવે તો મહેસાણામાં આવેલા લાગભાગના તમામ વોટર પાર્ક હાઉસ ફુલ બન્યા છે.અલગ અલગ વોટર રાઈડ્સ અને વોટર રિવર સહિતમાં લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે.ગરમીમાં પાણી સાથે મસ્તી કરવાનો આનંદ માણવા સાથે ગરમીથી બચવા લોકોને માટે સરળ સહારો બન્યો હોય એવી સ્થિતિ છે.
કાળઝાળ ગરમીથી લોકો પરેશાન બન્યા છે.જેને કારણે લોકો ગરમીમાં રાહત મેળવવા માટે એસી,કુલર,પંખા સાથે વોટર પાર્કનો પણ સહારો લઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને અમદાવાદ આસપાસના તમામ વોટર પાર્ક હાલમાં હાઉસ ફૂલ થયા છે. કાળઝાળ ગરમીને લઈ લોકો વોટર પાર્કમાં મોટી ભીડ ઉભરાઈ છે. ઉત્તર ગુજરાતમાં લોકો માટે મહેસાણા જિલ્લાનું વોટર પાર્કનું આકર્ષણ સૌથી વધારે છે.
ગરમીને લઈ મહેસાણા જિલ્લામાં આવેલા વોટર પાર્કમાં લોકોનો ઉભારો આવ્યો છે. લોકો મોટી સંખ્યામાં વોટર પાર્કમાં પાણી અને અવનવી રાઇડ્સ સહીત રિવરની મજા માણી રહ્યા છે.ગરમીમાં પાણી સાથે મસ્તી કરવાનો આનંદ લેવા તેમજ ગરમીથી બચવા માટેનો સરળ સહારો વોટર પાર્ક બન્યો હોઈ તેવી સ્થિતિ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology