સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના બની છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ સાથે મોટી દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ છે. ગઇકાલે રાત્રે શારજાહથી આવતી ફ્લાઇટ લેન્ડ થયા બાદ રનવેથી એપ્રેન તરફ જઇ રહી હતી ત્યારે એક વિંગ રન-વેની સાઇડ પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ જેના કારણે આ દુર્ઘટના સર્જાય હતી.
જેને કારણે વિંગ ડેમેજ થતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી. 180 સીટર ફ્લાઇટમાં 160 યાત્રીઓ હતા. સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે ઘટનામાં જાનહાનિના સમાચાર આવ્યા નહી. ટ્રક સાથે વિમાનની પાંખ અથડાવવાના કારણે વિમાનની પાંખને સામાન્ય નુકસાન પહોંચ્યો હતો. તો બીજી તરફ આ ઘટનાના પગલે વિમાનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા અને એરપોર્ટ પર ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો. મુસાફરો એરપોર્ટ ઓથોરિટીની આ બેદરકારી બદલ ગંભીર ટીકા કરી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology