bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, વૃદ્ધ, યુવાન અને બે વિદ્યાર્થીઓને લીધી અડફેટે...

હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે રાજકોટમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. મળતી વિગતો અનુસાર શહેરમાં નબીરાએ કારથી અકસ્માતની હારમાળા સર્જી હતી.  સહકાર મેઈન રોડ પરના ત્રિશુલ ચોક પાસે બેકાબૂ કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી.  કાર ચાલકે વાહનોની સાથે વૃદ્ધ, રાહદારી યુવાન અને બે વિદ્યાર્થિનીઓને એડફેટે લીધા હતા.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. અકસ્માત બાદ ભક્તિનગર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી  હતી.

સીસીટીવી કેમેરામાં જોઇ શકાય છે કે GJ-03-MH-4905 નંબરની કારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જીને નબીરો ફરાર થઇ ગયો હતો