ભાજપે લોકસભા ચૂંટણી માટે તમામ 26 ઉમેદવારના નામની તો જાહેરાત કરી દીધી છે, જો કે બીજી તરફ ઉમેદવારોના નામની જાહેરાત બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી રહ્યો છે. અલગ અલગ બેઠક પર ભાજપના આગેવાનો-કાર્યકરો વિરોધ દર્શાવી રહ્યા છે.
ચાર અલગ અલગ બેઠક પર ભાજપમાં ચાલી રહેલા વિવાદની ઘટનાઓ સામે આવી છે. અરવલ્લીમાં ભીખાજીની ટિકિટ કપાતા જ સમર્થકોમાં રોષ ફાટ્યો છે. મેઘરજમાં હજારો કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા, તો બીજી તરફ મેઘરજ અને માલપુરમાં 2 હજાર ભાજપના કાર્યકરોએ રાજીનામુ ધરી દીધુ હતુ.
આ તરફ પોરબંદર બેઠક પર પણ આયાતી ઉમેદવારોના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. તપાસમાં ખુલાસો થયો કે ભાજપના જ કાર્યકરે મનસુખ માંડવિયા અને લલિત વસોયાના વિરૂદ્ધમાં બેનર લગાવ્યા હતા, તો સુરેન્દ્રનગર બેઠક પર પણ ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ થઇ રહ્યો છે. માગ છે કે ચૂંવાળીયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. આ તરફ વલસાડમાં પણ ધવલ પટેલના વિરૂદ્ધમાં પત્ર વાયરલ થયો છે…ધવલ પટેલનો આરોપ છે કે વાયરલ પત્ર કોંગ્રેસના ષડયંત્રનો ભાગ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology