મહત્વનું છે કે, રાજકોટમાં બનેલા ગેમ ઝોનના અગ્નિકાંડ અને તે અગાઉ સુરતના ટ્યુશન ક્લાસમાં તક્ષશીલા કાંડ બાદ પણ જે તે બિલ્ડિંગના સંચાલકો ફાયર સેફ્ટીને લઈને સજાગ નથી તે ચોક્કસ પુરવાર થયુ છે તેવામાં હવે તંત્ર કોઈ કચાસ છોડવા માગતુ નથી તે જ કારણ છે કે, હવે ફાયર એનઓસી ફરજિયાત મેળવી લેવાના આદેશ કરવામાં આવ્યા છે.તેમજ ફાયર એક્સટિંગ્યુશર એક્પાયર થયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત શાળના સંચાલકે ફાયર એનઓસીનું સેલ્ફ ડિક્લેરેશન આપવું ફરજિયાત છે. શૈક્ષણિક સંસ્થા 9 મીટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતી હોય તેમજ એમા જો બેઝમેન્ટ હોય તો તેનું ક્ષેત્રફળ 200 ચો. મીથી વધુ હોય તેવા કિસ્સામાં ફાયર અધિકારી પાસેથી ફાયર સેફ્ટી સર્ટીફીકેટ નિયમ અનુસાર મેળવવું ફરજિયાત છે. આ મામલે જો કોઈ શાળા બેદરકાર પુરવાર થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
રાજકોટમાં બનેલી આગકાંડનો ઘટના બાદ હવે તંત્ર એકાશનમાં આવ્યું છે. આગામી 13 જૂન સુધી ઉનાળુ વેકેશન છે અને ત્યારબાદ શાળાઓ શરૂ થશે તે પહેલાં શાળાઓને ફાયર NOC મેળવી લેવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના આદેશને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના અધિકારીઓની ટીમ દોડાવી છે અને શાળાઓને ફાયર NOC મામલે તાકીદ કરવામાં આવી છે.રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધીમાં શાળાઓએ ફાયર એનઓસી મેળવી લેવાના આદેશ આપવામાં આવ્યા છે. શાળાનું નવું શૈક્ષણિક સત્ર આગામી 13 જુનથી શરુ થઈ રહ્યું છે તે પહેલા ફાયર એનઓસીના આદેશ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ફાયર સેફ્ટીના નિયમ પ્રમાણે 9 મીટર કે 9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતી સંસ્થાઓની બિલ્ડિંગમાં લઘુત્તમ ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ તે ચકાસવા તપાસ અધિકારીને સુચના આપવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology