bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કેરીના રસિકો માટે ખુબ જ મહત્વના સમાચાર ! વડોદરાની માર્કેટમાં કેસર અને રત્નાગીરી કેરીની ખુબજ મોટા પ્રમાણમાં થઈ આવક...

વડોદરા શહેરમાં આવેલી ખંડેરાવ માર્કેટમાં કેસર, રત્નાગીરી, બદામ સહિત અનેક જાતની કેરીની બમ્પર આવક થઈ રહી છે.ત્યારે માર્કેટમાં હાલ માંગ કરતા આવક ઓછી થઈ રહી છે. જેના કારણે કેરીના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે.

  • કેરીની આવક માર્કેટમાં કેમ ઓછી થઈ રહી છે અને તેનો ભાવ શું ચાલી રહ્યો છે તે જાણીએ.

વડોદરા શહેરમાં કેરી માટે બજાર એકમાત્ર ખંડેરાવ માર્કેટની પાછળની બાજુ ભરાય છે. ત્યાં દૂર દૂરથી કેરીની ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે. આ વર્ષે કેરીના ભાવ વધુ હોવાને કારણે વેપારીઓ પણ કેરીનો વધુ માત્રામાં સ્ટોક કરી રહ્યા નથી.વ્યાપાર અને કેરીના સ્ટોક વિશે વેપારીના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન 10 કિલો વાળા 50 બોક્સ એટલે કે અંદાજિત 500 કિલો કેરીનું વેચાણ થતું હોય છે. જ્યારે હોલસેલમાં 5000 કિલો સુધીનું વેચાણ થતું હોય છે.અને કેરીના ભાવ અંગે વાત કરીએ તો, પાયરી કેરી 100 થી 150 રૂપિયા કિલો, રત્નાગીરી હાફૂસ 100 થી 150 રૂપિયા કિલો, કેસર કેરી 80 થી 120 રૂપિયા કિલો, લાલબાગ કેરી 80 રૂપિયા કિલો, બદામ કેરી 60 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે.