bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

અમદાવાદના બોપલ TRP મોલમાં મધરાતે લાગી ભયાનક આગ, મોટી જાનહાની ટળી...

અમદાવાદના બોપલમાં આવેલા TRP મોલમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી  હતી. મોલના 5મા માળે ગેમઝોન સ્કાય ટ્રમ્પોલાઈનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ એટલી ભીષણ હતી કે ઈમારતના પાંચમા માળ સુધી આ આગ પ્રસરી ગઈ હતી. જો કે આ આગ કયા કારણોસર લાગી તેનું  કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.


આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા 10થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાઈર વિભાગની 10 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગને કારણે મોલમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે સમય સૂચકતાથી તમામ લોકોને બહાર કઢી લેવામાં આવ્યા હતા અને મોટી જાનહાની ટળી હતી