વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી વાળીનાથ ધામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
વાળીનાથ ધામથી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ સોમનાથ, રામ મંદિર અને સૂર્યમંદિરની વિરાસતને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કોંગ્રેસને ભગવાન રામ અને રામ મંદિર વિરોધી ગણાવી હતી. વડાપ્રધાને કહ્યું કે કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી. ઉત્તર ગુજરાતના ખેડૂતો વર્ષમાં બે પાક લઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે કૉંગ્રેસે સોમનાથ મંદિરને પણ વિવાદનું કારણ બનાવ્યુ હતું. સૂર્યમંદિર મુદ્દે કૉંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરી છે. રામમંદિરના નિર્માણ પર કૉંગ્રેસે વર્ષો સુધી સવાલ ઉઠાવ્યા હતા. નકારાત્મકતાથી જીવનારા લોકો નફરતની રાજનીતિ છોડતા નથી.વડાપ્રધાને કહ્યું કે દેશના 80 કરોડને વિનામૂલ્યે અનાજ મળી રહ્યુ છે. એક પ્રકારે આ ભગવાનનો જ પ્રસાદ છે. ઉત્તર ગુજરાતે પાણી માટે તકલીફ ભોગવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology