સુરતમાં કોલેજની વિદ્યાર્થિનીએ પરીક્ષાના તણાવમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થવાના તણાવમાં આવીને મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી આત્મહત્યા કરી હતી. પોલીસને યુવતીની લખેલી સુસાઇડ નોટ મળી છે. જેમાં તેણે પરીક્ષામાં ફેલ થઈ હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. યુવતી સુરતમાં સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.
મળતી માહિતી અનુસાર મૂળ પાંડુચેરીના વતની કે. વેંકટેશન નાયકર હાલ અડાજણ વિસ્તારમાં આવેલી સૌરભ પોલીસ ચોકીની પાસે આમ્રપાલી રો-હાઉસ ગેટ નંબર 2માં પત્ની તેમજ બે જુડવા દીકરી સાથે રહે છે. કે. વેંકટેશન મુંબઈ ખાતે જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે. કે. વેંકટેશનના સંતાન પૈકી વી.માનુશ્રી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
વી.માનુશ્રીએ શનિવારે સાંજે 5 વાગ્યાના સુમારે પ્લાસ્ટિકની થેલી મોઢા ઉપર બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પરિવારને થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology