રાજકોટમાં અંબિકા ટાઉનશિપમાં પાણીની સમસ્યાને લઇને સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા છે, જેથી પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં એકત્ર થઇને સ્થાનિકોએ પાલિકા સામે વિરોધ કર્યો છે. પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
રાજકોટમાં ઉનાળામાં પાણીની સમસ્યા કોઇ નવી વાત નથી. જો કે હજુ તો ઉનાળાની શરુઆત જ નથી થઇ, ત્યાં રાજકોટમાં પાણીની સમસ્યા શરુ થઇ ગઇ છે. પાણીના પ્રશ્નને લઇને રોષે ભરાયેલા સ્થાનિકોએ પાલિકાની સામે જઇને વિરોધ દર્શાવ્યો હતો રાજકોટમાં અંબિકા ટાઉનશિપમાં પાણીની સમસ્યાને લઇને સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા છે, જેથી પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં એકત્ર થઇને સ્થાનિકોએ પાલિકા સામે વિરોધ કર્યો છે. પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.સ્થાનિકોનો આરોપ છે કે એડવાન્સ વેરો ભર્યો હોવા છતાં પાણીની સમસ્યા ઊભી રહી છે. સ્થાનિકોએ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. કોર્પોરેટર અને અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology