વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી. જેના પગલે અરાજકતા ફેલાઇ હતી. જે પછી આ પોસ્ટ કરનારની ધરપકડ થાય તેવી માગ કરતા લોકો પર પથ્થરમારો થયો હતો.
ઘટના કઇક એવી છે કે પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી કરી હતી પોસ્ટ કરી હતી. જે પછી પાદરાના સહિદ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પોલીસ સ્ટેશને પહોંચતા તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા. અભદ્ર ટિપ્પણી કરનાર યુવક્ની ધરપકડની માગ કરતા લોકો પર પથ્થરમારો થયો હતો. વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં ધસી આવેલ ટોળાએ પથ્થમારો કર્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિનગ હાથ ધરી પથ્થરમારો કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology