પાટણ જીલ્લાના હારીજમાં મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલે આત્મહત્યા કરી. મામલતદાર કચેરીના બિલ્ડીંગના ત્રીજા માળેથી મામલતદારે આત્મહત્યા કરી મોતનો વ્હાલુ કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વી.ઓ. પટેલ દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. વી.ઓ. પટેલના આપઘાતના સમાચાર સાંભળતા જ પરિવારજનો તેમજ મિત્રો આઘાતમાં છે.
આ ઘટના બનતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટના નિ જાણ થતાં જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ લાશને પી.એમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.તેમજ શા કારણે આત્મહત્યા કરી તે બાબતે લોકોની પૂછપરછ હાથ ધરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology