જાણીતી ગાયક ઇશાની દવેને વીડિયોથી બાદ લોકોએ ટ્રોલ કરી છે. ઈશાની દવેએ એક વીડિયોમાં શહીદોની મજાક કરતા પોલીસ ફરિયાદ માટે અરજી કરાઈ છે. ઈશાની દવેએ કચ્છના ઝારાનાં શહીદોની મજાક કર્યાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે શહીદોના અપમાન કરવા બદલ નખત્રાણા પોલીસ મથકમાં લેખિત અરજી કરાઈ છે. જ્યાં હજારોના લોહી રેડાયા તે ઝારાની યુદ્ધ ભૂમિને કપડાના બ્રાન્ડ સાથે ઈશાની દવેએ સરખાવી. ઇશાની દવે દ્વારા અપલોડ કરાયેલા વીડિયોમાં ઝારાના વીર યોદ્ધાને અપમાનિત કરતી ભાષાનો ઉપયોગ કરાયો છે. સાથે જ કચ્છના હસ્તકળા કારીગરો માટે પણ અભદ્ર ભાષાનો ઉપયોગનો આક્ષેપ કરાયો છે. ત્યારે શહીદોના અપમાન કરવા બદલ નખત્રાણા પોલીસ મથકમાં લેખિત અરજી કરાઈ છે.
જેમાં સિંધના 40,000 અને કચ્છના 30,000 સૈનિકો ખપી ગયા તે ઐતિહાસિક ઝારાના યુદ્ધને યાદ કરીને કચ્છના લોકોનું શીશ આજે પણ શહીદોના માનમાં નમી જાય છે. પણ આવા સ્થળો પર ઇતિહાસથી અજાણ કેટલાક સેલિબ્રેટી માત્ર સસ્તી લોકપ્રિયતા માટે રીલ્સ બનાવે ત્યારે વિરોધ ઉઠતો હોય છે. હાલમાં જ જાણીતી ગાયક ઇશાની દવેએ પોતાની કચ્છ મુલાકાત દરમિયાન ઝારા ગામની સરખામણી આ જ નામથી એક કપડાની બ્રાન્ડ સાથે કરતા સોશિયલ મીડિયામાં લોકોએ ટ્રોલ કરવાની સાથે રોષ વ્યક્ત કર્યો હતો. એટલુ જ નહી આ અંગે ઇશાની સામે નખત્રાણા પોલીસ મથકે અરજી પણ કરાઇ છે.
વિડીયોમાં ઇશાની ઝારા ગામના બોર્ડ પાસે ઊભીને આ ગામને હસી મજાકમાં કપડાની બ્રાન્ડના મૂળીયા અહીંયા નખાયેલા છે તેવુ લખવા સાથે કહી રહી છે. આ વીડિયો અપલોડ બાદ અનેક લોકોએ કોમેન્ટ કરી વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. તો બીજીબાજુ જગદીશ પરષોત્તમ દવે (દેશલપર ગુંતલી)એ નખત્રાણા પોલીસ મથકે લેખિત અરજી કરી ઇશાની દવે સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
તેમણે અરજીમાં જણાવ્યું હતું કે ઇશાની દવે દ્વારા અપલોડ કરાયેલા વીડિયોમાં ઝારાના વીર યોદ્ધાને અપમાનિત કરતી ભાષાનો ઉપયોગ કરાયો છે. તેમજ કચ્છના હસ્તકળા કારીગરો માટે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology