ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેનું “ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ” વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. સમગ્ર મામલો કોર્ટ સુધી પહોચ્યો છે. જેમાં આજે ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલે દવેને સ્ટે મળ્યો છે
અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી મળી હતી.ત્યારે અરજદાલે સિવિલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકયો છે
મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને 'ચાર ચાર બંગડી વાળી ગાડી' ગીત ગાવા પર સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો, પરંતુ અરજદાર ગીતના કોપીરાઈટ હોવાનુ પુરવાર નહોતા કરી શક્યા નહતા અને કિંજલ દવેએ કેસ જીતી ગઈ હતી.
એ બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને ત્યાં અરજી કરાતા કિંજલ દવેપર ચાર બંગડી ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology