ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થયું હતું. બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામા આવશે. ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી પ્રશ્નોતરી બાદ બપોરના સમયે બજેટ રજૂ કરશે. પાંચ સ્તંભ હેઠળ વધુ રકમ ફાળવાશે.એવું મનાઇ રહ્યું છે કે આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકાર પાછલા વર્ષોની સરખામણીએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે.
રાજ્ય સરકારે 2023-2024ના વર્ષના બજેટનું કદ 3.01 લાખ કરોડ રાખ્યું હતું, ત્યારે આ વખતે બજેટના કદમાં 15થી 20 ટકાનો વધારો સૂચવાય તેવી સંભાવના છે. લોકસભાની ચૂંટણી હોવાથી નવા કોઇ કરવેરા પ્રજા માથે લાદવામાં નહીં આવે તેમ મનાઇ રહ્યું છે. બીજી તરફ વીજ શુલ્ક તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાં આંશિક રાહત આપવામાં આવી શકે છે.
ગુજરાત સરકારનું બજેટ આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું હશે, જેમાં સરકારનું વિઝન જોવા મળશે. બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરીયાત લોકો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક અગત્યના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.લોકસભા ચૂંટણી પહેલા આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology