bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદ-ધોળકા હાઇવે પર મોટી દુર્ઘટના: ડમ્પર પાછળ બોલેરો કાર ઘુસી જતાં પાંચ લોકોને કાળ ભરખી ગયો, બે ઇજાગ્રસ્ત...

 


રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે અમદાવાદ જિલ્લાના ધોળકામાં પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરોની ટક્કર થતા બોલેરોમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર રાણપુર તરફ જઈ રહી હતી આ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો.


આ જાણવા મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ બોલેરો કારની ટક્કર થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરોમાં 7 શ્રમિકો સવાર હતા જે પોતાના કામ અર્થે ધાનપુર જઈ રહ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, જો કે સ્થાનિક લોકો તેમજ રોડ પરથી પસાર થતા વાહચાલકો મદદે પહોંચ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની કરતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ધોળકા ટાઉન પોલીસ ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોલેરોમાં સવાર શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના વતની છે.