bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદ : મજાક મજાકમાં સ્ટંટ કરતા યુવકનું મોત...

શહેરમાં મજાક મજાકમાં સ્ટંટ કરતા યુવકનું મોત થયુ છે. વેજલપુર વિસ્તારમાં રહેતા દિગ્વિજય સિંહ રાજપૂત રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા મોત નીપજ્યુ છે. હાલ વેજલપુર પોલીસ એફએસએલની ટીમને સાથે રાખીને તપાસ કરી રહી છે. આ કેસમાં મિત્રએ જ આ અંગેની જાણ વેજલપુર પોલીસને કરી હતી.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના વેજલપુરની રૂપેસ સોસાયટીમાં આ બનાવ બન્યો છે. દિગ્વિજયસિંહ રાજપૂત નામના યુવકે પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા મોત નીપજ્યુ છે. મૃતક કોલસેન્ટરના વ્યવસાય સાથે જોડાયેલ હોવાનુ સામે આવ્યુ છે. હાલ વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં એફએસએલની ટીમ પણ કામે લાગી છે.

ગુજરાત રાજ્યમાં હથિયાર પરવાનાને લઈને કેટલીક વિગતો બહાર આવી છે. જેમાં પોલીસ ભલામણ ન હોવા છતાં કલેક્ટર દ્વારા અપાયેલા પરવાનામાં છેલ્લા ત્રણ વર્ષમાં મોરબી સૌથી મોખરે રહ્યું છે. ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં કલેકટરની ભલામણથી પરવાનાની સંખ્યા 319 છે. મોરબીમાં 91 પરવાના કલેકટરની ભલામણથી અપાયા છે. તો છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં ગન રિવોલ્વરના પરવાનાની સંખ્યા 2213 પહોંચી છે.