શહેરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જો તમારા ઘરમાં કોઇ વધુ પડતો મોબાઇલ વાપરતો હોય તો તમારે આ કિસ્સો વાંચવો જોઇએ. સુરતમાં મોબાઈલની લતમાં યુવતીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મોબાઇલ ફોનની કુટેવ ધરાવતી 20 વર્ષીય વિશાખા રાણા નામની યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવતીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ બની ગયો છે.
આ યુવતી બે મહિનાથી ડિપ્રેશનમાં રહેતી હતી. તે પરિવારને જણાવતી હતી કે, મને ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાનું ના પાડે છે, ગુગલ કહે છે મરી જા. જો એને મંદિર લઇ જાય તો ત્યાં પણ મોબાઈલ દેખાતો હોવાનું કહેતી હતી. યુવતીની માનસિક સારવાર પણ ચાલતી હતી. તે ગુગલમાં જોઇને ફેસની કસરત પણ કરતી હતી જેના કારણે તેનો ફેસ હલવા લાગ્યો હતો. જેથી તેને ડોક્ટર પાસે પણ લઇ જવામાં આવી હતી.
મૃતક યુવતીના ભાઇ વાસુ રાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ‘ગુગલ જોઇને મોંની કસરત કરતી હતી. જેથી એનો ફેસ હલવા લાગ્યુ હતુ એટલે અમે તેને ડોક્ટર પાસે લઇ ગયા અને તેની દવા ચાલુ કરાઇ હતી. 15 દિવસ દવા કરીને ડોક્ટરે કહ્યુ કે, તેને ફેસ બરાબર જ છે. જે બાદ બહેનને અમે માનસિક ડોક્ટર પાસે લઇ ગયા હતા. બે મહિના અમે માનસિક ડોક્ટરની દવા કરી. ડોક્ટરે કહ્યુ હતુ કે, બધુ બરાબર થઇ જશે. પણ એ મોબાઇલ બહું જોતી હતી. જોકે, અમે મહિનાથી અમે તેને મોબાઇલ આપવાનું પણ બંધ કરી દીધો હતો.’
‘તે સવારે કારખાને નોકરી પર પણ ગઇ હતી. મમ્મી પણ તેની સાથે જ હતી. એ લોકો આવી ગયા અને હું 6.30 કલાકે હું પણ ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે, બહેન ફાંસો ખાઇ ગઇ છે. જેથી અમે બધા તેને રિક્ષામાં લઇને ડોક્ટર પાસે દોડ્યા પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.’
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology