bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ધ્રાંગધ્રા મોરબી હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત...    

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોરબી-સંતરામપુર-ઝાલોદ રુટની એસટી બસને ભયંકર અકસ્માત નડ્યો. હળવદના કોયબા ગામના પાટીયા નજીક એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતાં બસ પલ્ટી મારી ગઇ હતી. 16 જેટલા પેસેન્જર ભરેલી એસટી બસ પલ્ટી જતા 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયાં છે.

મળતી વિગતો અનુસાર, કોયબા ગામના પાટિયા નજીક ટ્રક સાથે ટક્કર બાદ એસટી બસ પલટી મારી ગઈ હતી જે બસમાં 16 જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જન થતાં જ હળવદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી વધુ તપાસ હાથ ધરી છે.