પાલનપુરમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ છે. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાખ થઇ ગઇ છે. જેમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ માંડ આગ પર કાબુ મેળવ્યો છે.
પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં લાગી ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. માર્કેટયાર્ડની G લાઈનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ સાથથી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી. જેમાં ત્રણ દુકાનો આગમાં બળીને ખાખ થાઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરોએ પહોંચ્યા ઘટના સ્થળે પહોંચી માંડ માંડ આગ પર કાબુ મેળવ્યો છે.
માર્કેટયાર્ડમાં લાગેલી દુકાનોમાં આગ પર કાબુ મેળવવા માટે પાલનપુર, ડીસા, ઊંઝા, સિદ્ધપુર તેમજ બનાસ ડેરી સહિતનાં સાત જેટલા ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. આગની ઘટનાની જાણ જતાં જ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology