bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગે કરી આગાહી...  

રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે.  હવામાન વિભાગમાં જણાવ્યા અનુસાર 12 ફેબ્રુઆરી સુધી ફરીથી ઠંડીનો માહોલ જોવા મળી શકે છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલમાં ઠંડી અને ગરમી એમ મિશ્ર ઋતુ ચાલી રહી છે. રાજ્યમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધૂંધળુ વાતાવરણ રહે છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના છે.  

ગુજરાતમાં આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે.  3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.  1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કહ્યું કે, આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.

અંબાલાલ પટેલે જણાવ્યુ  હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. આગાહી મુજબ  3થી 5 ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એમ પણ કહ્યું કે, આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે.