સમગ્ર ગુજરાતમાં રખડતા સ્વાનનો આતંક યથાવત જ જોવા મળી રહ્યો છે. જેનો ભોગ વધુ એક વાર સુરતની ચાર વર્ષની બાળકી બની છે. શહેરના ભેસ્તાનમાં કલર ટેક્ષ કંપનીની નજીકમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી. આ દરમિયાન રખડતા કુતરાએ બાળકીને દબોચી લઈને તેણીને ઢસડીને ઝાડી-જાંખડામાં લઈ જઈ ફાડી ખાધી હતી. પરિવારની એક કલાકની શોધખોળ બાદ બાળકી બેભાન હાલતમાં મળતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. તેણીનું ગળાના ભાગે વધુ પડતી ઈજા થતા તબીબે મોત થયાનું કહ્યુ હતુ.
શહેરમાં કુતરાઓનો આંતક યથાવત હોય તેવું લાગી રહ્યુ છે. શહેરમાં વધુ એક બાળકીનો ભોગ કૂતરાઓ દ્વારા લેવાયો છે. મૂળ મધ્યપ્રદેશના બેકલદા ગામના વતની અને હાલ ભેસ્તાન વિસ્તારમાં આવેલા કલરટેક્ષ કંપનીની બાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા કાળુભાઇ અરડ ડાઈંગ મિલમાં મજૂરી કામ કરીને પત્ની સહિત ત્રણ પુત્ર અને એક પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા છે. તેમની ચાર વર્ષિય પુત્રી સુરમિલા પાંચ ફેબ્રુઆરીના સાંજના સમયે ઘર-આંગણે રમી રહી હતી. આ દરમિયાન રખડતા કુતરાએ બાળકીને દબોચી લઈને તેણીને ઢસડીને ઝાડી-જાંખડામાં લઈ જઈ બાળકી સુરમિલાનેને ગળાના ભાગ સહિત સંપૂર્ણ શરીરે બચકાં ભર્યા હતા. માસૂમ દીકરી આ ઘા સહન ન કરી શકતા તે બેભાન થઈ ગઈ હતી.
તો બીજી બાજુ ઘણાં સમય બાદ પણ તે ઘરે નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની શોધખોળ બાદ તબેલો ચલાવતા યુવકને બાળકી બેભાન હાલતમાં મળતા તાત્કાલિક પરિવાર 108 મારફતે તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો. જ્યાં ફરજ પર હજાર સીએમઓ ડો .પ્રિયંકાએ તેણીને જોઈ તપાસી મૃત જાહેર કરવામાં આવી હતીઅત્રે ઉલ્લેખનીય છે કે, સુરમીલાને ગળાના ભાગે સહિત સંપૂર્ણ શરીરના ભાગે કૂતરાએ ફાડી ખાધી હતી. ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેણીનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે વધુની તપાસ શરૂ કરી છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology