રાજકોટમાં નેપાળી પરિવારનું 4 વર્ષનું બાળક રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયું હતું. આ ઘટના દરમિયાન ત્યાં કોઈ જ હાજર ન હોવાથી બાળકનો મૃતદેહ સ્વિમિંગ પુલમાં તરતો મળ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાળકના મોતથી નેપાળી પરિવારમાં શોક ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર ઘંટેશ્વર પાસે વર્ધમાનનગર શેરી નં. 3માં આવેલા ઓરમ એપાર્ટમેન્ટમાં ગઈકાલે સાંજે 4:20 વાગ્યા આસપાસ અમૃત લોકેશભાઈ વિશ્વકર્મા (ઉં.વ.4) રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. જે બાદ માસુમ બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. જોકે, સ્વિમિંગ પુલમાં બાળકનો તરતો મૃતદેહ જોવા મળ્યો હતો. જેથી સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામા આવી હતી. 108 એમ્બ્યુલન્સના તબીબ સ્થળ પર પહોંચી બાળકને તપાસ્યો હતો, પરંતુ બાળકના શ્વાસ થંભી ગયા હોવાથી તેને મૃત જાહેર કર્યો હતો. જેથી બાળકના પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology