વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આશરે રૂ. 1.25 લાખ કરોડની ત્રણ સેમિકન્ડક્ટર સુવિધાઓનો શિલાન્યાસ કર્યો હતો.આમ તો આ ત્રણેય પ્રોજેક્ટ ખૂબ જ મહત્વના છે.ત્રણ પૈકી બે પ્રોજેક્ટ ગુજરાતના જ અમદાવાદમાં શરુ થશે. ગુજરાત ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધાવાળા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR), આસામમાં મોરીગાંવ અને ગુજરાતમાં સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધાઓ માટેના પ્રોજેક્ટની શરુઆત થઇ છે.
પીએમ મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને રાજ્યોમાં આશરે 1.25 લાખ કરોડ રુપિયાના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેક્નોલોજી વિકાસ માટે એક મુખ્ય વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરશે. જે દેશના યુવાનો માટે રોજગારીની ઘણી તકો ઊભી કરશે.
પીએમ મોદીએ શિલાન્યાસ બાદ કહ્યું કે, આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ. ભારત એક અગ્રણી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે તૈયાર છે. ત્રણ પ્લાન્ટ આર્થિક વૃદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું, આજે યુવાનો જોઈ રહ્યા છે કે કેવી રીતે ભારત પ્રગતિ માટે, આત્મનિર્ભરતા માટે અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં તેની હાજરી માટે સર્વાંગી કાર્ય કરી રહ્યું છે. આ પ્રયાસો તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો કરશે અને જ્યાં પણ આત્મવિશ્વાસુ યુવક હોય છે, તે ભાગ્ય બદલી નાખે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, મેડ ઈન ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયા ચિપ ભારતને નવા સીમાચિહ્નો હાંસલ કરવામાં મદદ કરશે. વિવિધ કારણોને લીધે, ભારત પ્રથમ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન પાછળ રહી ગયું હતું. જો કે, ભારત આત્મવિશ્વાસ સાથે ઇન્ડસ્ટ્રી 4.0 માં અગ્રેસર છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology