સૌરાષ્ટ્રમા મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.સાથે સાથે 23.35 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર નોંધાતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે.રાજયમાં 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે તો 15 લાખ હેક્ટર વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં થયું હોવાનું નોંધાયું છે.
મગફળી બાદ સોયાબીનનું વાવેતર પણ વધ્યું છે,ખેડૂતોએ 2.97 લાખ હેક્ટરમાં સોયાબીનનુ વાવેતર કર્યું છે,કપાસની 23.35 લાખ હેક્ટરમાં વાવણીમાં થઈ છે.માર્કેટીંગયાર્ડમાં દિવાળીમાં મગફળીના ઢગલા થવાના એંધાણ સેવાઈ રહ્યા છે.સિંગતેલમાં ભાવ જળવાઈ રહેશે તેવી વેપારીઓને આશા છે,આ વખતે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે,ત્યારે એ જોવાનું રહ્યું કે આ વખતે મગફળીના સારા વાવેતરની સામે ખેડૂતોને શું ભાવ મળે છે.
ગુજરાતમાં વર્ષ દરમિયાન કપાસના ભાવ કે જે અગાઉ રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચ્યા હતા તેની તેજીનો પરપોટો ફૂટયો અને ભાવ નોર્મલી પ્રતિ મણ રૂ. 1500થી 1600ના હાલ ચાલી રહ્યા છે ત્યારે મગફળીના ભાવ એકંદરે જળવાઈ રહ્યા હોય રાજ્યના ખેડૂતો મગફળી તરફ વળ્યા છે.ગત નાણાકીય વર્ષ 2023- 24ના રાજ્યમાં 46.42 લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology