bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

નડાબેટમાં ધોધમાર વરસાદ, રણ બન્યું દરિયો...

આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્યના જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે.

બીજી તરફ ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી મંદીર પાણીમાં ગરકાવ થયું છે. જ્યારે  નવસારીની પૂર્ણા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે.બનાસકાંઠાના નડાબેટમાં ધોધમાર વરસાદથી રણ દરિયો બન્યો હતો.