bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 અમદાવાદની 24 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના કેસની તપાસમા પાકિસ્તાની કનેક્શન સામે આવ્યુ છે.....  

ગુજરાતમાં ચૂંટણીના મતદાનના આગળના દિવસે જ આ ધમકીભર્યા ઇમેઇલ મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ગંભીરતાને ધ્યાનમાં લઇને ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસે તાત્કાલીક બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કવોડ દ્વારા સ્કૂલોનુ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે કલાકોની તપાસ બાદ કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નહતી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ આ વિસ્તારોમા પોલીસ પેટ્રોલિંગ શરુ કરાયું હતુ.આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની 24 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના કેસની તપાસમા પાકિસ્તાની કનેક્શન સામે આવ્યુ છે. અમદાવાદની શાળાઓને ઉડાવવાના ધમકીભર્યા ઇમેઇલ પાકિસ્તાનથી આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. ક્રાઈમ બ્રાંચે મેઈલ કઇ જગ્યા પરથી આવ્યો છે તેનુ આઈડી શોધી નાંખ્યુ છે.


પ્રાથમિક તપાસમાં રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. જોકે ક્રાઇમ બ્રાન્ચને આ મેઇલ આપવામાં આઇએસઆઈએસની સંડોવણી હોવાની આશંકા પણ હતી. જોકે તપાસમાં પાકિસ્તાનના ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટનું લોકેશન હોવાનુ ખુલ્યું હતુ.